એક બદલાવ અને ભારતીય અર્થતંત્રને લાગશે મોટો આંચકો, રિપોર્ટમાં થયો ખુલાસો 

ભારત પોતાની જરૂરિયાતની 80 ટકાથી વધારે કાચું તેલ આયાત કરે છે

એક બદલાવ અને ભારતીય અર્થતંત્રને લાગશે મોટો આંચકો, રિપોર્ટમાં થયો ખુલાસો 

મુંબઈ : કાચા તેલની કિંમતમાં એકાએક તેજી આવ્યા પછી દેશની માઇક્રો ઇકોનોમિક સ્ટેબિલીટી પ્રભાવિત થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકે એક રિસર્ચ પછી ચેતવણી આપી છે કે જો કાચા તેલની કિંમતમાં તેજી આવે છે તો ચાલુ ખાતાનું નુકસાન (કૈડ) વધી શકે છે તેમજ મોંઘવારી અને રાજકોષીય ખાધના આંકડા પ્રભાવિત થઈ શકે છે. આના કારણે વિકાસનો બિલકુલ લાભ નથી મળી શકતો. 

આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ભારત કાચા તેલની આયાત પર ઘણું નિર્ભર છે. તે પોતાની જરૂરિયાતનું 80 ટકાથી વધારે કાચું તેલ આયાત કરી શકે છે. આ સંજોગોમાં વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતમાં વધારાથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કૈડ સિવાય તેલની કિંમતમાં વધારાથી મોંઘવારી અને રાજકોષીય ખાધ પ્રભાવિત થઈ શકે છે. 

આ  અધ્યયનમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ખરાબ સ્થિતિમાં જ્યારે કાચા તેલની કિંમત 85 ડોલર પ્રતિ બેરલ પહોંચે છે તો આ સંજોગોમાં કાચા તેલના કારણે નુકસાન 106.4 અબજ ડોલર સુધી પહોંચી શકે છે જે જીડીપીના 3.61 ટકા જેટલું હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news